મહાનુભાવો ના પ્રતિભાવો

મહાનુભાવો અને વાચકોના પ્રતિભાવો

 

શેઠ મા.જે પુસ્તકાલયના વિકાસ તથા જ્ઞાનસભર  સાહિત્યિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અંગે મહાનુભાવો અને વાચકોના પ્રતિભાવો:

પુસ્તકાલય એ હરતી ફરતી યુનિવર્સિટી છે. તેનો જેટલો લાભ લેવાય તેટલો લેવો જોઈએ. ભવન સુંદર બન્યું છે. પૂજ્ય બાપુજીએ ખાતમુહૂર્ત કર્યું છે. આપણે બાળકોને જ્ઞાન મેળવવા પ્રેરિત કરીએ.

શ્રીમતી આનંદીબેન પટેલ

મુખ્યમંત્રીશ્રી, ગુજરાત રાજ્ય

શેઠ મા.જે.પુસ્તકાલય લોકાર્પણ, તા. ૬-૧૦-૨૦૧૪


ક્રાંતિવીરોની સ્મૃતિ - સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના દિવસોમાં સમાજ માટે ઉપયોગી બનશે.એમ.જે.લાયબ્રેરી દ્વારા હાથ ધરાયેલ કાર્ય પ્રશંસનીય છે. સમાજજીવનને હંમેશા મળતા રહેતા સારા વિચારો જ સમાજ અને દેશને સાચા અર્થમાં સમૃદ્ધ બનાવે છે. યોગદાન આપનાર સૌને શુભેચ્છા-અભિનંદન.

શ્રી આઈ.કે.જાડેજા

માન.કાર્યવાહક અધ્યક્ષશ્રી,

સ્વર્ણિમ ગુજરાત ૫૦ મુદ્દા અમલીકરણ સમિતિ, તા. ૮-૮-૨૦૧૪.


એમ.જે. લાયબ્રેરીને નવા રૂપરંગ આપ્યા છે તેથી ખૂબજ સંતોષ થયો છે. લાયબ્રેરીની વ્યવસ્થા અને ગોઠવણીથી હું ગર્વ અનુભવું છું. મારા દાદાજી (રસિકલાલ માણેકલાલ) આજે હયાત હોત તો ખૂબજ ખુશ થયા હોત. લાયબ્રેરીના વિકાસ અંગે મારા પિતાજી (કિશોરભાઈ રસિકલાલ) ને તથા કુટુંબમાં સૌની સાથે વાત કરી સૌએ આનંદ અનુભવ્યો. ગ્રંથપાલશ્રીએ કરેલી મહેનત બદલ રસિકલાલ માણેકલાલ પરિવાર તરફથી આપને ખૂબખૂબ ધન્યવાદ .

આ ઉપરાંત લાયબ્રેરીને લગતા મહામૂલ્ય ડોક્યુમેન્ટ્સને કોઈ નુકશાન ન થાય તેવી રીતે જાહેર જનતાને તે જોવાનો લ્હાવો મળી શકે તથા તેની સારી રીતે જાળવણી થઇ શકે તે અંગે પણ સૂચન કરેલ છે.

સુનિલ કિશોરભાઈ રસિકલાલ

(દાતાશ્રી, શેઠ મા.જે.પુસ્તકાલય)


ક્રાંતિ પ્રદર્શન આજે જોયું. ખુબ જ અદ્દભુત છે. આજે તો ૧૮૫૭ની ક્રાંતિ અને તેને લગતી વિગતોનું જ્ઞાન નવી પેઢીને નથી. આ પ્રદર્શન નવી પેઢીને પ્રેરણા સમાન છે. આપને ખૂબ ખૂબ અભિનંદન.

શ્રી આશુતોષ ભટ્ટ

સંસ્થાપક સભ્ય

 ખાડિયા ઈતિહાસ સમિતિ


પ્રજ્ઞાચક્ષુ લોકોને ખૂબ જ ઉપયોગી સી.ડી. એમ.જે. લાયબ્રેરી દ્વારા મળે છે જાણી ખૂબ જ આનંદ થયો.

શ્રીમતી આશાબેન વી. ભટ્ટ

એન્કરીંગ વિભાગ, અંધજનમંડળ, વસ્ત્રાપુર


આખા ગુજરાત રાજ્યમાં સૌ પ્રથમવાર પ્રજ્ઞાચક્ષુ માટે મ્યુનિસિપલ લેવલે આ પ્રકારનું કામ બહુ જ સરાહનીય છે. અત્યાર સુધીમા અમારા ભણતરના ઘણા પુસ્તકો રેકોર્ડ થયા પરંતુ એમ.જે. લાયબ્રેરી દ્વારા અમારા ભણતર ઉપરાંતના પુસ્તકો પણ મળે છે. તેની સાથે ઓડિયો સી.ડી. સાંભળવાની સુવિધા બહુ સરસ છે.

શ્રી વિનોદભાઈ બેગડા

પ્રજ્ઞાચક્ષુ સભ્ય, મા,જે.પુસ્તકાલય


પુસ્તકની પરબ ખૂબ જ સુંદર વિચાર અને પ્રવૃત્તિ છે. ભણો અને ભણાવોના પાયામાં આ પ્રવૃત્તિ ગણી શકાય. આ વિચાર અને અમલમાં સંકળાયેલા તમામને ખૂબ જ અભિનંદન. સફળતા અને યશ મળશે જ.

પ્રોફેસર કે.સી. કથરોટીયા

મુલાકાતી, પુસ્તક પરબ


પુસ્તકના સાથ વગરનું જીવન સૂનુ છે સૂના જીવનમાં સાથ આપવા માટે પુસ્તક જેવો કોઈ મિત્ર નથી.

સાંકળચંદ પટેલ

મુલાકાતી, પુસ્તક પરબ


પાણીની પરબ તો ઘણી જોઈ પરંતુ જ્ઞાનરૂપી તૃષ્ણા છીપાવવાની પુસ્તકની પરબ જીવનમાં પ્રથમવાર જોઈ.

જે.એન.સોની

મુલાકાતી, પુસ્તક પરબ


"પુસ્તક પરબ" દ્વારા વાંચન તરસ્યાઓને તૃપ્ત કરવાના પ્રયાસ બદલ વંદન.

નરેન્દ્ર કે.સોનાર

વાચક, ભરૂચ


"ક્રાંતિવીરોની સ્મૃતિ" આ પ્રદર્શન જોઈને ખૂબ જ આનંદ થયો. આજની જુવાન પેઢી માટે આ પ્રદર્શન પ્રેરણાદાયક છે. આ પ્રદર્શન યોજીને આજની જુવાન પેઢીને પ્રેરકબળ પૂરું પાડ્યું છે.

શ્રી અરવિંદભાઈ મહેતા

વાચક, મા.જે.પુસ્તકાલય


આજ રોજ મેં સ્વાતંત્ર્ય સંગ્રામનું પ્રદર્શન જોયું મને ખૂબ જ સરસ લાગ્યું આ જોતા એમ લાગે છે કે, આઝાદી આપણને ખૂબ જ મહેનતથી અને મુશ્કેલીથી મળી છે. આ મળેલ આઝાદી ટકાવી રાખવી આપણાં બધાનું કર્તવ્ય બને છે. આવા પ્રદર્શનો વારંવાર શાળાના બાળકોને બતાવવા જોઈએ જેનાથી દેશદાઝની ભાવના ખીલે.

વાચક, મા.જે.પુસ્તકાલય


"ઉનકો સમર જો હો ગયે અમર" ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામની ઐતિહાસિક માહિતી આપતું આ પ્રદર્શન જોઈને હૃદયમા મહાન ક્રાંતિકારીઓ પ્રત્યે આદરનો અખંડિત ભાવ વધુ પ્રદિપ્ત બન્યો. છેલ્લાં ત્રણસો વર્ષનો ઈતિહાસ જાણે આંખ અને જાનમા ફરી પ્રગટ થઇ ગયો. ખૂબ આનંદ/સંતોષ/પ્રેમ/ભક્તિ/આદરની ભાવના થઇ છે. આ પ્રકારના પ્રદર્શનથી ભારતના/ગુજરાતના ક્રાંતિવીરોના બલિદાનને જાણવાનો સરસ અવસર મળ્યો. ખૂબ સુંદર પ્રયત્ન. હજુ ઇલેક્ટ્રોનીક્સ મિડીયાથી વધુ લોકો સુધી પહોંચી શકાય.

ખૂબ ખૂબ અભિનંદન.

- વાચક, મા.જે.પુસ્તકાલય


અમદાવાદમાં એમ.જે.લાયબ્રેરી ઘણીજ સમૃદ્ધ છે. નહેરુ ચાચાના પ્રદર્શન દ્વારા નહેરુ વિશેની ઘણી ન જોયેલી વાતો જાણવા મળી.તેમની આત્મકથા જે સંક્ષિપ્તમા લખેલ છે તે પ્રથમવાર વાંચી અને ખૂબ જ રસપ્રદ લાગી. આ માટે લાયબ્રેરીનો ખૂબ ખૂબ આભાર.

શ્રી એચ.એમ.શાહ

વાચક, મા.જે.પુસ્તકાલય


એમ.જે. લાયબ્રેરીને હું પવિત્ર તીર્થસ્થાન ગણું છું. જ્ઞાનપિપાસુઓ માટે પરબ જ્યાં જ્ઞાનામૃતનું શિતળ અને પવિત્ર જળ ઉપલબ્ધ છે. જીવનના મૂલ્યોનો ભંડાર છે. સાક્ષરદ્રષ્ટાઓના અનુભવો છે. ભવિષ્યમાં કરોડો લોકોને જીવનની સમજણ આપશે. પ્રેમથી આવો આ દ્વાર સદાના માટે ખુલ્લા જ છે.

શ્રી કિશોર રાજપૂત

આજીવન સભ્ય, મા.જે. પુસ્તકાલય

MJ Library

Time : 7:30 am to 7:30 pm

Reading Time : 7:30 am to 10:00 pm

Membership Fee

Annual fee : 200 Fee + 300 Deposite  =  Rs. 500 

Lifetime Membership : Rs. 1500

Login Module

Who's Online

We have 10 guests and no members online