About M.J. Library

જ્ઞાનગંગાનો અવિરત વહેતો પ્રવાહ એટલે મા.જે.પુસ્તકાલય

योग: कर्मसु कौशलम् |

જે કાર્ય હાથ ધરો તેમાં નિપૂણતા મેળવી સર્વોત્તમ સિદ્ધિ મેળવો.

कर्मण्येवाधिकारस्ते, मा फ़लेषु कदाचन |

मा कर्मफ़ल हेतुभूर्मा ते, संगोडस्त्व कर्मणि || 

સત્યાગ્રહ આશ્રમ એટલે કે સાબરમતી આશ્રમથી શરૂ કરેલી ઐતિહાસિક દાંડીકુચના પ્રારંભે મહાત્મા ગાંધીએ આશ્રમના પુસ્તકો થકી સાર્વજનિક પુસ્તકાલયની રચનાનો વિચાર પ્રદર્શિત કર્યો. જે ૨૭મી જુલાઈ ૧૯૩૩ના રોજ ફ્રી પ્રેસ જર્નલમાં પ્રગટ થતાં બીજા જ દિવસે રસિકલાલ માણેકલાલ તરફથી રૂ. ૫૫૦૦૦ ની સખાવત ગ્રંથાલય ભવનના નિર્માણ માટે મળતાં તેઓશ્રીના પિતાની સ્મૃતિમાં 'માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલય' અસ્તિત્વમાં આવ્યું. સાહિત્યકારો,સાહિત્યરસિકો અને જ્ઞાનપિપાસુઓમાં "મા.જે." ના હુલામણાં નામથી આ પુસ્તકાલય તેના પ્રારંભથી જ ભવ્ય ભૂતકાળ સાથે ઉજ્જવળ વર્તમાનના સુર્વણાંકિત પૃષ્ઠો થકી વધુ દૈદીપ્યમાન અને સુવાસિત બન્યું છે.

પૂજ્ય બાપુજીના કરકમલોના સ્પર્શે ખાતમુહુર્ત પામ્યા બાદ પાંચેક વર્ષમાં જયપુરી સ્થાપત્ય ધરાવતું ભવન તૈયાર થતાં ૧૫મી એપ્રિલ ૧૯૩૮ન રોજ આ પુસ્તકાલય ભારતના લોખંડી પુરુષ અને ગુજરાતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈના શુભહસ્તે જાહેરજનતાના લાભાર્થે ખુલ્લું મુકાયું. શેઠ શ્રી રસિકલાલ તરફથી ક્રમશ: વિશેષ અનુદાનો મળતાં 'સુભદ્રાબેન માણેકલાલ વાચનાલય' અને 'બાળકિશોર વિભાગ' પણ અસ્તિત્વમાં આવ્યા. ૧૪મી જૂન ૧૯૫૬નાં રોજ તે વખતના મુંબઈ રાજ્યના પંત પ્રધાનશ્રી મોરારજી દેસાઈના હસ્તે 'બાળકિશોર વિભાગ' ખુલ્લો મુકાયો. ૧૯૫૦ માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂ. ૫૦,૦૦૦/- નું વિશેષ અનુદાન મળતાં અલગ ગ્રંથભંડારની રચના થઇ. ૧૯૫૭ માં પુસ્તકોને બંધ કબાટોના બંધનમાંથી મુક્ત કરવામાં આવ્યા. ૧૯૭૪ અને પછીના વર્ષોમાં રૂ. ૧૬.૫૦ લાખની રકમ મ્યુ. કોર્પોરેશન તરફથી મળતા ગ્રંથાલય ભવનનું વિસ્તરણ કરવામાં આવ્યું. વર્ષ ૨૦૦૪-૦૫ માં રૂ. ૨૨.૦૦ લાખની કેપીટલ રકમમાંથી રેફરન્સ એન્ડ રીસર્ચ સેક્શન તથા જ્ઞાનવિહાર - વિદ્યાર્થી વાચનાલય વિભાગ અસ્તિત્વમાં આવ્યો. 

અનેકવિધ માહિતી માધ્યમોના પડકારો વચ્ચે ગ્રંથાલયસેવાને સતત અગ્રેસર અને જીવંત રાખવા છેલ્લા દોઢ દાયકા દરમ્યાન ગ્રંથાલયસેવાઓનું ફલક અત્યંત વિસ્તરતું રહ્યું છે. તેના સેવાફલક ઉપર માત્ર વયસ્કો જ નહીં અપિતુ સૌ નાના ભૂલકાઓ, બાળકો, કિશોરો, મહિલાઓ, સિનીયર સિટીઝન, પ્રજ્ઞાચક્ષુઓ વગેરેને પણ આવરી લેવામાં આવ્યા છે. ફરતા પુસ્તકાલયો સાથે "મા.જે."ની સેવાઓ ઘરે ઊંબરા સુધી વિસ્તારવામાં આવી છે. વૈવિધ્યસભર વિસ્તરણ સેવાઓ અને વિશેષ કરીને 'સાહિત્ય વર્તુળ' સાહિત્ય ચોરાની સાહિત્યિક પ્રવૃતિએ મૂક સાહિત્યને જીવંત બનાવી માત્ર અમદાવાદને જ નહીં અપિતુ સમગ્ર ગુજરાતને ગુંજતું કર્યું છે....નગરજનોનું આ પુસ્તકાલય ગૌરવ બની રહયું છે.

ધ્યેય

"અમદાવાદ શહેર રળિયામણું એટલે બાહ્યસ્વરૂપ સુંદર હોવું જોઈએ એવું નહીં  પણ તેનું આંતરિક જીવન પણ સુંદર હોવું જોઈએ, એવા સરદાર સ્વપ્નો સેવે છે...... અને હું તેમનો સાથીદાર પણ છું. અમદાવાદ બુદ્ધિધન અને દક્ષતાવાળું છે ગુજરાતનું પાટનગર છે. અમદાવાદમાં દરેક ચીજ સુંદર હોવી જોઈએ. આ તકે અમદાવાદ મ્યુનિસિપાલિટીને એક સુચના કરી દઉં કે, પુસ્તકાલયનું મકાન એવું બાંધશો કે તેમાં વધારો કરવો હોય ત્યારે થઇ શકે. આ પુસ્તકાલયમાં ભાષણ થાય, શોધખોળ થાય તેવી ગોઠવણ કરજો."  

  -  શ્રી મહાત્મા ગાંધીજી

MJ Library

Time : 7:30 am to 7:30 pm

Reading Time : 7:30 am to 10:00 pm

Membership Fee

Annual fee : 200 Fee + 300 Deposite  =  Rs. 500 

Lifetime Membership : Rs. 1500

Login Module

Who's Online

We have 8 guests and no members online