General Rules

  -: શેઠ માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલય - સાહિત્યચોરાના નિયમો :-

૧. દર શનિવારે 'સાહિત્યચોરા'ના ઉપક્રમે સાહિત્યકારો-સાહિત્ય રસિકોની સભા પુસ્તકાલયમાં સાંજના સમયે મળશે.

૨. આ સાહિત્ય સભાનું સંચાલન ગ્રંથપાલ અથવા તેઓના પ્રતિનિધિ અથવા સાહિત્યકારોમાંથી કોઈ એક સભા સંચાલન કરશે.સંચાલન

    અંગેની સંપૂર્ણ સત્તાઓ ગ્રંથપાલની રહેશે.

૩. સાહિત્ય સર્જન, વિસ્તરણ અને વિતરણ અંગેના હેતુ સાથે આ ચોરો સંકળાયેલો હોવાથી સાહિત્યિક-સાંસ્કૃતિક વિષયો સિવાયના કોઈ

     પણ વિષયની ચર્ચા કરી શકાશે નહિં.

૪. આ સભામાં હાજર રહેનાર સૌ કોઈએ શિસ્ત જાળવવાની રહેશે. શિષ્ઠ અને સૌજન્યશીલ ભાષા પ્રયોગ કરવાનો રહેશે.

૫. કોઈ પણ વ્યક્તિ, જૂથ,સંપ્રદાય,ધર્મ, રાજકીય પક્ષ, જ્ઞાતિ, જાતિ, મંડળ કે રાષ્ટ્રનું અહિત થાય, દુ:ખ પહોંચે તેવો કોઈ પણ ભાષા

     પ્રયોગ કરી શકાશે નહિં.

૬. સાહિત્ય ચર્ચા અંગેનો ચારો હોવાથી સભામાં હાજર રહેનાર દરેક વ્યક્તિને પોતાના વિચારો વ્યક્ત કરવાની સત્તા છે. પોતાના વિચારો

     બીજા પર થોપી બેસાડી શકાશે નહિં.

૭. સાહિત્ય સભામાં હાજર રહેનાર સૌ કોઈએ એકબીજા સાથે સહકાર અને સૌજન્ય પૂર્ણ વ્યવહાર કરવાનો રહેશે.

૮. આ સભામાં હાજર રહેનારા દરેકે સૌ પ્રથમ હાજરી પત્રકમાં પોતાનું નામ લખી ટૂંકી સહી કરવાની રહેશે.

૯. હાજરી પત્રકમાં સહી કરનારને પોતાના વિચારો રજૂ કરવા ક્રમાનુસાર તક આપવામાં આવશે. ક્રમ ભંગ કરીને કોઈ પણ વ્યક્તિને

    અગ્રતા આપવામાં આવશે નહિં.

૧૦. દરેક સાહિત્યકારને વધુમાં વધુ ત્રણ મિનીટ ફાળવવામાં આવશે. સમય મર્યાદાને ધ્યાનમાં લઇ પોતાને જે પણ કંઈ રજૂઆત કરવી છે

      તે ટૂંકાણમાં સ્પષ્ટ શબ્દોમાં કરવાની રહેશે.

૧૧. આ સાહિત્ય સભામાં દરેક પોતાની મૌલિક કૃતિ ગુજરાતી, હિન્દી, ઉર્દૂ, અંગ્રેજી, સંસ્કૃત કોઈ પણ એક ભાષામાં રજૂ કરી શકશે. બીજા

      કોઈ સાહિત્યકારની રચના રજૂ કરી શકાશે નહિં.

૧૨. દર શનિવારે અલગ અલગ વિષયની રચનાઓ માટે જાહેરાત કરવામાં આવે છે. શક્ય હોય ત્યાં સુધી વિષય ઉપર જ રચનાઓ રજૂ

       કરવાની રહેશે.

૧૩. સાહિત્યચોરાની સભામાં દરેક સાહિત્યકારોને માત્ર ત્રણ મિનીટ સમયની ફાળવણી કરી હોવાથી કોઈ પણ પ્રકારની ભૂમિકા, પ્રાથમિક

       પરિચય કે અન્ય મુક્તકો રજૂ ન કરતાં સીધે સીધી પોતાની મૌલિક રચના જ રજૂ કરવાની રહેશે.

૧૪. પુસ્તકાલયની સાહિત્યિક સભા હોવાથી તેની એક આગવી ગરિમા જળવાય તે રીતે ગુણવત્તાસભર, ઉચ્ચ કોટિની રચનાઓ રજૂ થાય

      તે રીતે દરેકે રચના રજૂ કરવાની રહેશે.

૧૫. સાહિત્યચોરામાં કોઈ પણ પ્રકારની ગદ્ય, પદ્ય રચનાઓ રજૂ કરી શકાશે. પરંતુ અન્ય વધારે સાહિત્યકારોને તક આપી શકાય તે હેતુથી

       હવેથી ગાવા પર પ્રતિબંધ મૂકવામાં આવે છે.

૧૬. કોઈ પણ સાહિત્યકાર પોતાની રચના રજૂ કરતા હોય ત્યારે અન્ય સાહિત્યકારોએ માત્ર સાંભળવાનું રહેશે. કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા

       આપવાની રહેશે નહિં.

૧૭. દરેક સાહિત્યકારનું માન-મર્યાદા જળવાય તેનું ધ્યાન રાખવાનું રહેશે. કોઈ પણ પ્રકારની ટીકા-ટિપ્પણ કર્યા સિવાય દરેકને પોતાની

       મૌલિક રચનાઓ રજૂ કરવાનો સમાન અધિકાર રહેશે.

૧૮. સાહિત્ય સભામાં શક્ય હોય ત્યાં સુધી દરેક સાહિત્યકાર-રચનાકારને રજૂઆત કરવાની તક આપવામાં આવશે. પરંતુ સમય મર્યાદા

       અથવા અન્ય સાહિત્યિક કાર્યક્રમોમાં માત્ર શ્રોતા તરીકે અથવા સાહિત્ય રસિક તરીકે બેસવાનું રહેશે.

૧૯. આ સાહિત્યસભામાં બહારથી આવેલા સાક્ષર સારસ્વતોનું સન્માન જળવાય તે રીતે માન-મોભો આપી તેઓના વિચારો રજૂ કરવા

       અગ્રતા આપવા અથવા પ્રાધાન્ય આપવા ગ્રંથપાલને સંપૂર્ણ સત્તા રહેશે.

૨૦. આ સાહિત્યસભા - સાહિત્યચોરા નેજા નીચે મળતી હોવા છતાં કોઈ પણ વ્યક્તિ-સંસ્થાના પ્રચારાત્મક પ્રવૃત્તિ અથવા નકારાત્મક

      પ્રવૃત્તિથી દૂર રહેશે.

૨૧. સાહિત્યચોરામાં હાજરી આપતી કોઈ પણ વ્યક્તિ પ્રેસ સમક્ષ રજૂઆતો કરી શકશે નહિં.

૨૨. આ સાહિત્ય સભા - સાહિત્ય સર્જન, વિસ્તરણ, વિતરણ અને વેચાણ અંગેનું કાર્ય કરી શકશે.

૨૩. તમામ ભાષાના સાહિત્યકારો તેમજ નવોદિતોને ઉત્તેજન આપી તેઓને સાહિત્ય સર્જન તરફ વાળવા આ સાહિત્યચોરો પ્રયત્નશીલ

       રહેશે.

૨૪. જરૂરિયાતમંદ સાહિત્યકારોને સહાયરૂપ થવા જરૂરી પ્રયત્નો કરવામાં આવશે.

૨૫. સાહિત્યસભાના નિયમોનું પાલન નહિ કરનારને સાહિત્યિક સભામાં આવતા રોકવા અંગેની સંપૂર્ણ સત્તાઓ ગ્રંથપાલની રહેશે.

MJ Library

Time : 7:30 am to 7:30 pm

Reading Time : 7:30 am to 10:00 pm

Membership Fee

Annual fee : 200 Fee + 300 Deposite  =  Rs. 500 

Lifetime Membership : Rs. 1500

Login Module

Who's Online

We have 6 guests and no members online