Membership

શેઠ માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલય

સભ્યપદ નોંધણી વિભાગ

પુસ્તકાલયનું સભ્યપદ મેળવવા નીચે મુજબના પુરાવા લાવવા જરૂરી છે 

(૧) ફોર્મ રૂ. ૧૦/- નું સભ્યપદ કાઉન્ટર પરથી મેળવવું.

(૨) ફોર્મની તમામ વિગતોનો અભ્યાસ કરી અંગ્રેજી કેપીટલ અક્ષરમાં તમામ વિગતો ભરી લાવવી.

(૩) ફોર્મની પાછળ જામીનગીરીમાં નીચે દર્શાવેલા જામીનદારો માંથી કોઈપણ એકના નામ સહી,સિક્કા સરનામું ટેલીફોનનં સાથેની સંપૂર્ણ

     વિગતો ભરીને લાવવા.

(૪) રહેઠાણનો પુરાવો તેમજ ફોટો પ્રુફ તરીકે કાયમી સરનામું તેમજ હાલનું સરનામું ફોર્મમાં દર્શાવ્યા પ્રમાણ (રેશનકાર્ડ, લાયસન્સ,

      પાસપોર્ટ, વોટીંગ કાર્ડ,આધાર કાર્ડ કોઈપણ એક પુરાવાની ઝેરોક્ષ કોપી સાથે લાવવી.)

(૫) તાજેતરનો પડાવેલ પાસપોર્ટ સાઇઝના ફોટા – ૩.

(૬) સભ્યપદ મેળવવા સભ્યએ રૂબરૂ જ આવવું

(૭) સભ્યપદ મેળવવા જરૂરી ફી લાવવી જે નીચે મુજબ છે.

આજીવન સભ્યપદ- રૂ. ૧૫૦૦/- આપવાના રહેશે. (આજીવન સભ્યપદ વાચકને ૪ પુસ્તક 14 દિવસ માટે ઈશ્યુ કરવામાં આવશે.)

વાર્ષિક સભ્યપદ - ડિપોઝીટ રૂ. ૩૦૦ + ફી રૂ ૨૦૦ = કુલ રૂ.૫૦૦/- આપવાના રહેશે

        (૧ વર્ષ સભ્યપદ મેળવનાર વાચકને ૨ પુસ્તક ૧૪ દિવસ માટે ઈશ્યુ કરવામાં આવશે. ડિપોઝીટ ૧ વર્ષ બાદ ૩૧ માર્ચ પછી પરત કરવામાં આવશે, તેમજ ૧ વર્ષ માટેનું સભ્યપદ 3૧ માર્ચ સુધીજ ચાલુ રહેશે.)

- : જામીનદારો : -

૧.  અમદાવાદ મ્યુનિસિપલ  કોર્પોરેશનના વર્તમાન કાઉન્સિલરશ્રીઓ તેમજ તમામ કમિટીઓ તથા મ્યુ. સ્કુલ બોર્ડ, અ.મ્યુ.ટ્રાન્સપોર્ટ

     સર્વિસ, વી.એસ.હોસ્પિટલ બોર્ડ અને શેઠ મા.જે.પુસ્તકાલય બોર્ડના ચેરમેનશ્રીઓ અને બોર્ડ મેમ્બરશ્રીઓ તેમજ આત્મા સાયન્સ એન્ડ

     ટેકનોલોજી લાયબ્રેરી (મણીનગર) ના બોર્ડ મેમ્બરશ્રીઓ,  ડેપ્યુટી ચેરમેનશ્રીઓ તથા સભ્યશ્રીઓ

૨. ગુજરાત સરકારના માન. મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ તથા કેન્દ્ર સરકારના માન. મંત્રીશ્રીઓ અને સંસદ સભ્યશ્રીઓ

૩. અમદાવાદ મ્યુ. કોર્પોરેશન તથા તેની સંલગ્ન તમામ સ્વાયત્ત સંસ્થાઓના વર્ગ-૧ તથા તેની ઉપરના તમામ અધિકારીશ્રીઓ

૪. ગુજરાત યુનિવર્સિટી સાથે સંકળાયેલી તમામ માન્ય કોલેજોના આચાર્યશ્રીઓ

૫. અમદાવાદ શહેરમાં આવેલ તમામ સરકાર માન્ય શાળાઓના આચાર્યશ્રીઓ

કામકાજનો સમય - સવારે ૭-૩૦ થી સાંજે ૭-૩૦ સુધી

MJ Library

Time : 7:30 am to 7:30 pm

Reading Time : 7:30 am to 10:00 pm

Membership Fee

Annual fee : 200 Fee + 300 Deposite  =  Rs. 500 

Lifetime Membership : Rs. 1500

Login Module

Who's Online

We have 4 guests and no members online