સિદ્ધિઓના સોપાન

પુસ્તકાલયની નોંધપાત્ર સિદ્ધિઓના સોપાન

૧. સતત ૩૬૪ દિવસ વાંચન સેવાઓ.

૨. ગ્રંથાલય શાસ્ત્રની શાસ્ત્રીય અને વૈજ્ઞાનિક પદ્ધતિથી વિકાસ પામેલું અદ્યતન અને નમૂનારૂપ સાર્વજનિક પુસ્તકાલય.

૩. મુખ્ય પુસ્તકાલય ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારોમાં શાખા પુસ્તકાલયો, વાચનાલયો અને ફરતા પુસ્તકાલયોની અવિરત સેવાઓ.

૪. જ્ઞાન અને માહિતીનો અવિરત વહેતો ધોધ, અદ્યતન અને સમૃદ્ધ વાંચન સામગ્રીના વૈવિધ્ય સભર વૈભવનો સેતબંધ રચતુ પુસ્તકાલય

    તે મા.જે.પુસ્તકાલય.

૫. પુસ્તકાલયના વિવિધ વિભાગોમાં વિવિધ વિષયોના વર્ગીકૃત ઓર્ડરમાં ગોઠવાયેલ અદ્યતન અને સમૃદ્ધ વાચન સામગ્રી.

૬. સાહિત્ય રસિકો, પત્રકારો, લેખકો, વિદ્યાર્થીઓ, વ્યવસાયિકો, વિષય તજજ્ઞો, સંશોધનકારો, બાળકો, મહિલાઓ, સીનીયર સીટીજનો અને

    જિજ્ઞાસુઓની માનસિક ખીલવણી કરતું સૌ કોઈની પ્રિય જ્ઞાનભૂમિ .

૭. વિવિધ પુસ્તકાલય પ્રવૃત્તિઓથી ધબકતું પુસ્તકાલય.

૮. બાળ વાચકો માટે સંસ્કાર અને ચારિત્ર્ય ઘડતરનું કેન્દ્ર.

૯. બાળકિશોર વિભાગ, મહિલા વિભાગ, રેફરન્સ અને રેડી રેફરન્સ જેવા અનેક વિશિષ્ટ વિભાગો.

૧૦. ઈન્ટરનેટ સર્ફિંગ દ્વારા માહિતી મેળવતા વાચકો.

૧૧. સીડી,વીસીડી,ડીવીડી, ડિજિટલ ફોર્મ માટે ડિજિટાઈઝેશન અને ઈ-લાયબ્રેરી (વર્ચ્યુઅલ લાયબ્રેરી) સર્વિસીઝ.

૧૨. કોમ્પ્યુટર અને ઇન્ફર્મેશન ટેકનોલોજી વિભાગ.

૧૩. આર્ટ એન્ડ પિક્ચર ગેલેરી સાથે પ્રદર્શન વિભાગની સેવાઓ.

૧૪. જ્ઞાન વિહાર વિદ્યાર્થી - વાચનાલયનો લાભ મેળવતા વિદ્યાર્થીઓ.

૧૫. વાંચન અને સાહિત્યિક - સાંસ્કૃતિક રસને પોષતું શાંત અને વાંચન પોષક સુંદર વાતાવરણ.

૧૬. સાહિત્યિક પ્રચાર-પ્રસાર માટે અનેકવિધ સાહિત્યિક - સાંસ્કૃતિક વિસ્તરણ પ્રવૃત્તિઓ.

૧૭. વર્ષ ૨૦૦૬-૨૦૦૭ ના વર્ષને વાંચનપર્વ તરીકે જાહેર કરાતા વાચકોને સભ્યપદ મેળવવા માટે ૫૦% રાહત આપવામાં આવેલી.

૧૮. વર્ષ ૨૦૦૭-૦૮ માં માન. મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્દ હસ્તે શાખા પુસ્તકાલય - મણીનગરનું લોકાર્પણ કરવામાં આવ્યું.

૧૯. તા. ૨૮-૨-૧૧ રોજથી અ.મ્યુ. કોર્પોરેશન સંચાલિત તમામ પુસ્તકાલયો, વાચનાલયો અને બાલભવનોની સઘળી વહીવટી અને

       સંચાલનની જવાબદારી ગ્રંથપાલ, મા.જે.પુસ્તકાલયને સોંપવામાં આવેલ છે.

૨૦. વર્ષ ૨૦૧૦-૧૧ માં પુસ્તકાલયના ૭૩મા સ્થાપના દિનની ઉજવણી પ્રસંગે મા.જે.પુસ્તકાલયમાં કોમ્પ્યુટરાઈઝ્ડ સેવા શરૂ કરવામાં  

       આવી.

૨૧. મા.જે.પુસ્તકાલયના વાચકોને ડિજીટલ આઈકાર્ડ આપવામાં આવે છે અને કોમ્યુટરથી બુક ઈશ્યુ કરવામાં આવે છે.

૨૨. શહેરના પ્રજ્ઞાચક્ષુ વાચકો માટે ઓડિયો માધ્યમથી જુદા જુદા વિષયોની સીડી ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે.

૨૩. માન. મુખ્યમંત્રીશ્રી આનંદીબેન પટેલના વરદ્દ હસ્તે નવીનીકરણ પામેલ મા.જે.પુસ્તકાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું.

MJ Library

Time : 7:30 am to 7:30 pm

Reading Time : 7:30 am to 10:00 pm

Membership Fee

Annual fee : 200 Fee + 300 Deposite  =  Rs. 500 

Lifetime Membership : Rs. 1500

Login Module

Who's Online

We have 2 guests and no members online