Blind Sections

પંડિત સુખલાલજી પ્રજ્ઞાચક્ષુ શ્રાવ્ય વિભાગ:

અમદાવાદ શહેરની સાહિત્યિક ઓળખસમી એમ.જે. લાયબ્રેરીના ૭૫મા વર્ષની ઉજવણીના ભાગરૂપે તા. ૨૩-૦૩-૨૦૧૩, શનિવારના રોજ મા.જે . પુસ્તકાલય ખાતે પ્રજ્ઞાચક્ષુ નાગરિકો માટે ઓડિયો વિભાગનો શુભારંભ તત્કાલિન માન. મેયરશ્રી અસિતભાઈ વોરાના વરદ્ હસ્તે કરવામાં આવેલ અને તે વિભાગનું નામ " પંડિત સુખલાલજી પ્રજ્ઞાચક્ષુ શ્રાવ્ય વિભાગ" રાખવામાં આવેલ છે.

ભારતમાં કોઈ પણ શહેરના મ્યુ. કોર્પોરેશન દ્વારા ચલાવવામા આવતાં સાવર્જનિક પુસ્તકાલયમાં પ્રજ્ઞાચક્ષુઓ માટે ઓડિયો વિભાગનું આયોજન કરવામાં આવ્યું હોય તેવું મા.જે.પુસ્તકાલય દેશનું પ્રથમ પુસ્તકાલય છે. જેમાં પ્રજ્ઞાચક્ષુ નાગરિકો માટે વાતાનુકુલિત લાઈબ્રેરી, દરેકને અલગ ટેબલ અને ખુરશી, આઠ લોકો એક સાથે બેસી શકે તેવી વ્યવસ્થા, નવા સીડી પ્લેયર, ડેઝી પ્લેયર, નવા હેડફોન તથા જોસ (JAWS) નામનું સ્ક્રીન રીડીંગ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરેલ કોમ્પ્યુટર વસાવવામા આવેલ છે.

આ વિભાગનો મુખ્ય ઉદ્દેશ અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં વસતા પ્રજ્ઞાચક્ષુ નાગરિકો પોતાને મનગમતા સાહિત્યની ઓડિયો સીડીના માધ્યમથી લાભ લઇ શકે તે માટે લગભગ ૨૫૦૦ જેટલી અલગ અલગ ભાષાની ઓડિયો સીડી પણ વિભાગમા સંગ્રહિત કરવામાં આવેલ છે.

MJ Library

Time : 7:30 am to 7:30 pm

Reading Time : 7:30 am to 10:00 pm

Membership Fee

Annual fee : 200 Fee + 300 Deposite  =  Rs. 500 

Lifetime Membership : Rs. 1500

Login Module

Who's Online

We have 5 guests and no members online