Children And Women Library

બાલ કિશોર વિભાગ:

યુનેસ્કો લાઈબ્રેરી ડેવલપમેન્ટ, પ્લાન અન્વયે ૧૪ જૂન ૧૯૫૬માં ૬ થી ૧૪ વર્ષની વય ધરાવતા બાળકો માટે આ વિભાગ શરુ કરવામાં આવેલ છે. અહી બાળકોને અનુરૂપ વૈવિધ્યસભર વાચન સામગ્રી ઉપલબ્ધ છે.જેમાં અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, મરાઠી, ઉર્દુ ભાષાના પુસ્તકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. વાંચન, વાંચેત્તર અને સાંસ્કૃતિક કાર્યક્રમો આ વિભાગની આગવી લાક્ષણિકતા રહી છે.

આ વિભાગમાં બાળકો વાંચન કરી શકે તે માટે આશરે ૭૦ બાળકોની બેઠક વ્યવસ્થા છે. બાળકોને મન ગમતા પુસ્તકો ઈશ્યુ કરાવવા માટે અહી ગ્રંથ આપ-લેની અલાયદી વ્યવસ્થા છે.

બાળ વિભાગના ગ્રંથ ભંડારમાંથી દેય પુસ્તકો ઈશ્યુ કરાવી શકાય છે અને અદેય પુસ્તકો એટલે સંદર્ભ ગ્રંથો (રેફરન્સ)માંથી બાળકો તેમને ઉપયોગી માહિતીની ઝેરોક્ષ મેળવી પ્રોજેક્ટ વર્ક તૈયાર કરતા હોય છે, બાળકોને પુસ્તકો ઈશ્યુ કરાવીને ઘરે લઈ જવા માટે બાળ સભ્યપદની જરૂરિયાત રહે છે. સામાન્ય તથા આજીવન સભ્યપદ આમ બે પ્રકારની મેમ્બરશીપ હોય છે. બાળકો માટે તા. ૮-૩-૦૪ ના રોજથી આજીવન મેમ્બરશીપની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. જેમાં બાળ વાચકોને કોમ્પ્યુટરાઈઝ્ડ કાર્ડ આપવામાં આવે છે. તેઓ આ કાર્ડનો ઉપયોગ ૬ થી ૧૪ વર્ષની ઉંમર દરમ્યાન કરી શકે છે. ત્યારબાદ નવું સભ્યપદ મેળવવાનું રહેશે. ત્યારબાદ દૈનિક રૂ. ૩.૦૦ લેખે પુસ્તક દીઠ અતિદેય લેવામાં આવે છે.

મહિલા વિભાગ: 

વૈવિધ્યભરી અને વિશેષ વાંચનસામગ્રી ધરાવતા આ વિભાગમાં મહિલાઓને ઉપયોગી એવા ગૃહસજાવટ, પાકશાસ્ત્ર, આરોગ્ય, સૌંદર્ય, ફેશન ડિઝાઈનીંગ ભરત- ગુંથણ, સીવણ, સ્ત્રી ધર્મ, દામ્પત્ય, મહેંદી, રંગપુરણી, ભજન, ગરબાવલી, ધાર્મિક તેમજ આજના સાંપ્રત પ્રવાહને લગતા પુસ્તકો-વિષયોને દેય ગ્રંથસંગ્રહ છે. જેનો ઉપયોગ મહિલાઓ સામાન્ય ગ્રંથ ભંડારની જેમ કરી શકે છે.

મહિલા વિભાગમાં પુસ્તકો ઈશ્યુ કરાવીને ઘરે લઇ જવાની સગવડતાની સાથે વાંચન કરવા માટે મહિલા અધ્યયન કક્ષની પણ વ્યવસ્થા છે. જેમાં માત્ર મહિલાઓ અહી બેસીને પોતાને ઉપયોગી વાચનસામગ્રીનું અધ્યયન કરી શકે છે. આ પ્રકારની અલાયદી વ્યવસ્થા હોવાને કારણે વર્ષ દરમિયાન મોટી સંખ્યામાં બહેનો યુ.પી.એસ.સી., જી.પી.એસ.સી., સી.એ, જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયારી કરવામાં પોતાના સમયનો વધુમાં વધુ ઉપયોગ કરી શકે છે.

ઉપરોક્ત પુસ્તકો  ઈશ્યુ કરાવીને લઇ જવાની સાથે રેફરન્સ પુસ્તકોનો ઉપયોગ પણ સરળતાથી કરી શકાય છે. તેમજ ઝેરોક્ષ નકલ મેળવવાની પણ પુસ્તકાલયમાં વ્યવસ્થા છે. અભ્યાસલક્ષી વાચન કરતા ફ્રેશ થવાય તેવી મનો રંજનાત્મક વાચન સામગ્રીમાં ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી ભાષાના સામયિકો પણ ઉપલબ્ધ હોય છે. જેમ કે ગૃહશોભા, ધર્મદર્શન, ગાયત્રી વિજ્ઞાન, ચિત્રલેખા, અભિયાન, જ્યોતિષવિદ્યા, અખંડ આનંદ, માવતર, સખી, સ્ત્રી, ફેમિના,Women's Era, Famina, New Woman, गृहशोभा, सरिता, मेरी सहेली, मुक्ता, ज़्हानवी વગેરે મહિલાઓના લગતા સામયિકો અહી બેસીને વાંચવા માટે મુકવામાં આવે છે.

MJ Library

Time : 7:30 am to 7:30 pm

Reading Time : 7:30 am to 10:00 pm

Membership Fee

Annual fee : 200 Fee + 300 Deposite  =  Rs. 500 

Lifetime Membership : Rs. 1500

Login Module

Who's Online

We have 8 guests and no members online