Mobile Van

(૧)  બાળકો માટેનું ફરતું પુસ્તકાલય:

શહેરના દૂરના પરા અને મજૂર વિસ્તારના બાળકોને તેમના ઘરઆંગણે આ પુસ્તકાલયની સેવાઓ ઉપલબ્ધ બની રહે તે માટે આંતરરાષ્ટ્રીય બાળવર્ષની સ્મૃતિએ ૧૯૭૯ થી ફરતું બાળ પુસ્તકાલય શરુ કરવામાં આવેલ છે. જે કુલ ૧0 વિસ્તારના ૨૫ સેવાકેન્દ્રો ઉપર ગ્રંથપરિક્રમણ સેવા આપે છે.

બાળકોએ સભ્યપદ જે તે સેવાકેન્દ્રો પર મોબાઇલ વાનમાં જ મેળવવાનું રહે છે તથા સભ્યપદ વાર્ષિક લવાજમ રૂ. ૨૦૦ અને રૂ. ૩૦૦/-  ડિપોઝીટ તેમજ આજીવન સભ્યપદ માટે  રૂ.૧૫૦૦/- લેવામાં આવે છે. જેનો લાભ ૬ થી ૧૪ વર્ષના બાળકો લઇ શકે છે.

* બાળકો માટેનું ફરતું પુસ્તકાલય- સમય પત્રક *

(૨) મહિલાઓ માટેનું ફરતું પુસ્તકાલય:

ગૃહકાર્યમાં વ્યસ્ત મહિલાઓ પોતાના નવરાશના સમયનો સર્જનાત્મક ઉપયોગ કરે અને મનોરંજ્નાત્મક સાહિત્ય સાથે અદ્યતન માહિતી મેળવે તે હેતુને લક્ષમાં રાખી શહેરના દૂર અને પરા વિસ્તારની મહિલાઓને ઘરઆંગણે પુસ્તકાલયસેવાની સુવિધા પૂરી પાડવા અર્થે ૧૯૮૯  માં મહિલાઓ માટેના ફરતા પુસ્તકાલયનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે કુલ ૧૦ વિસ્તારના ૩૨ સેવાકેન્દ્રો પર સેવા આપે છે.

સભ્યપદ : મહિલાઓને સભ્યપદ પુસ્તકાલયના નિયમો અનુસાર જે તે સેવાકેન્દ્રો પર મોબાઇલ વાનમાં જ મેળવવાનું રહે છે તથા સભ્યપદ વાર્ષિક લવાજમ રૂ. ૨૦૦/- અને રૂ. ૩૦૦/- ડિપોઝીટ તેમજ આજીવન સભ્યપદ માટે રૂ. ૧૫૦૦/- લેવામાં આવે છે.મહિલા સભ્યને ૧૪ દિવસ માટે પુસ્તકો ઈશ્યુ કરવામાં આવે છે. ત્યાર બાદ દૈનિક રૂ. ૩.૦૦ લેખે પુસ્તકદીઠ અતિદેય લેવામાં આવે છે.

* મહિલાઓ માટેનું ફરતું પુસ્તકાલય - સમય પત્રક *

(૩) નવા પશ્ચિમ ઝોન વિસ્તારના બાળકો માટેનું ફરતું પુસ્તકાલય:

માન. સાંસદ સભ્યશ્રી એલ. કે. અડવાણીજીના બજેટમાંથી નવા પશ્ચિમ ઝોન માટે ફરતું બાળ પુસ્તકાલયનું માન. મહેસુલ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ અને માન. મેયરશ્રી કાનાજી ઠાકોરના શુભ હસ્તે તા. ૮-૧૧-૦૯ ના રોજ લોકાર્પણ કરવામાં આવ્યું. જે કુલ ૫ વિસ્તારના ૧૫ સેવા કેન્દ્રો પર સેવા આપે છે.

બાળકોએ સભ્યપદ જે તે સેવાકેન્દ્રો પર મોબાઈલ વાનમાં જ મેળવવાનું રહે છે. તથા સભ્યપદ વાર્ષિક લવાજમ રૂ. ૨૦૦ અને રૂ. ૩૦૦ ડિપોઝીટ તેમજ આજીવન સભ્યપદ માટે  રૂ .૧૫૦૦ લેવામાં આવે છે. જેનો લાભ ૬ થી ૧૪ વર્ષના બાળકો લઇ શકે છે.

* નવા પશ્ચિમ ઝોન વિસ્તારના બાળકો માટેનું ફરતું પુસ્તકાલય - સમય પત્રક *

MJ Library

Time : 7:30 am to 7:30 pm

Reading Time : 7:30 am to 10:00 pm

Membership Fee

Annual fee : 200 Fee + 300 Deposite  =  Rs. 500 

Lifetime Membership : Rs. 1500

Login Module

Who's Online

We have 3 guests and no members online